Reliance Jio FY24Q2 Results: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેલિકોમ વિભાગ Jio Infocomm એ આજે 27 ઓક્ટોબરે નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટર એટલે કે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની રિલાયન્સ જિયોએ બીજા ક્વાર્ટરમાં રૂપિયા 5,058 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. વાર્ષિક ધોરણે તેમાં વધારો જોવા મળ્યો હતો. બીજા ક્વાર્ટરમાં કંપનીના નફામાં વાર્ષિક 12.10 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ત્રિમાસિક ધોરણે અગાઉના ક્વાર્ટરની સરખામણીએ તેમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો છે.