Get App

3 વર્ષના ગાઈડન્સમાં GNPA અને NNPAમાં ઘટાડો લાવવાનો લક્ષ્યાંક: કેનેરા બેન્ક

MoneyControl Newsઅપડેટેડ Jul 25, 2023 પર 1:57 PM
3 વર્ષના ગાઈડન્સમાં GNPA અને NNPAમાં ઘટાડો લાવવાનો લક્ષ્યાંક: કેનેરા બેન્ક3 વર્ષના ગાઈડન્સમાં GNPA અને NNPAમાં ઘટાડો લાવવાનો લક્ષ્યાંક: કેનેરા બેન્ક

નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કનો નફો 74.8 ટકા વધીને 3,534.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કનો નફો 2,022 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કની વ્યાજ આવક 27.7 ટકા વધીને 8,665.7 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કની વ્યાજ આવક 6,784.7 કરોડ રૂપિયા રહ્યો હતો.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં કેનેરા બેન્કના ગ્રૉસ એનપીએ 5.35 ટકાથી ઘટીને 5.15 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં કેનેરા બેન્કના નેટ એનપીએ 1.73 ટકા થી ઘટીને 1.57 ટકા રહ્યા છે.

રૂપિયામાં કેનેરા બેન્કના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 46,159.5 કરોડ રૂપિયાથી ઘટીને 45,727.4 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર કેનેરા બેન્કના પહેલા ક્વાર્ટરમાં નેટ એનપીએ 14,349.3 કરોડ રૂપિયાથી ઘટીને 13,461.4 કરોડ રૂપિયા રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો