Tata Chemicals Q1 Results: ટાટા ગ્રૂપની કંપની ટાટા કેમિકલ્સે સોમવારે, 7 ઓગસ્ટે તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ કહ્યું છે કે જૂન ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ 9.67 ટકા ઘટીને 532 કરોડ રૂપિયા થયો હતો, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 589 કરોડ રૂપિયા રહ્યા હતા. જ્યારે કંપનીની આવક જૂન ક્વાર્ટરમાં 5.58 ટકાથી વધીને 4218 કરોડ રૂપિયા રહ્યા છે, જો તેના ગયા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 3995 કરોડ રૂપિયા હતા.