દેશની સૌથી મોટી આઈટી કંપનીઓમાંથી એક ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં નોકરી આપવાના નામે કૌભાંડનો મામલો સામે આવ્યો છે. કંપનીમાં કર્મચારીઓની ભરતીની જવાબદારી કેટલાક વરિષ્ઠ અધિકારીઓ વર્ષોથી ઉમેદવારોને નોકરી આપવાના બદલામાં સ્ટાફિંગ ફર્મ્સ પાસેથી લાંચ લેતા હતા. લાઈવમિન્ટના અહેવાલ મુજબ, ફરિયાદકર્તાએ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ)ને એક પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે કંપનીના રિસોર્સ મેનેજમેન્ટ ગ્રુપ (આરએમજી)ના ગ્લોબલ હેડ ઈએસ ચક્રવર્તી છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાફિંગ કંપનીઓ પાસેથી લાંચ લઈ રહ્યાં છે.