દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કંસલ્ટેંસી સર્વિસિઝ (TCS) એ જૂન 2023 ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. ફિસ્કલ વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 16.8% વધીને 11,074 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે કંપનીએ વચગાળા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. TCS ના જુન ક્વાર્ટરના પરિણામ: શેર માર્કેટ બંધ થયાની બાદ ટીસીએસના પરિણામ આવ્યા છે. કંપનીના શેર આજે 0.45 ટકા ઘટીને બંધ થયા છે.