Zee Entertainmentના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી દીધી છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીને 196 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ લૉય થયો છે. ગત વર્ષના સમાન ક્વર્ટરમાં 181 કરોડ રૂપિયાનો નફો થયો હતો. મીડિયા સેક્ટરની દિગ્ગજ કંપનીની આવક જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 9 ટકા ઘટીને 2,112.1 કરોડ રૂપિયા પર આવી ગયું છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો 2,323 કરોડ રૂપિયા હતો. Zee Entertainmentએ ત્રણ વર્ષમાં તેની પ્રથમ ક્વાર્ટર ખોટ નોંધાવી છે.