Get App

મની મેનેજર: તેજીના માર્કેટમાં ક્યા બની શકે રોકાણની તક?

આગળ જાણકારી લઈશું MSJ MisterBond Pvt Ltdના ફાઉન્ડર, સુનીલ ઝવેરી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Oct 09, 2023 પર 5:56 PM
મની મેનેજર: તેજીના માર્કેટમાં ક્યા બની શકે રોકાણની તક?મની મેનેજર: તેજીના માર્કેટમાં ક્યા બની શકે રોકાણની તક?

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ચઢતા માર્કેટમાં કઇ રીતે કરવા રોકાણ?, ક્યા કરી શકાય રોકાણ?, દર્શકોના સવાલ.

મની મેનેજરમાં આપણે સમય અને સ્થિતી પ્રમાણે રોકાણની રણનિતી કેવી રીતની રાખવી જોઇએ તેની ચર્ચા કરતા જ હોઇએ છીએ ત્યારે આજે આપણે એ ચર્ચા કરીશુ કે હાલના સમયમાં જ્યારે આપણે માર્કેટમાં સારી રેલી જોઇ રહ્યાં છે, માર્કેટ સતત ઉપલા સ્તરે બનાવે છે ત્યારે રોકાણકારે કઇ રીતની રણનિતી અપનાવવી જોઈએ. આગળ જાણકારી લઈશું MSJ MisterBond Pvt Ltdના ફાઉન્ડર, સુનીલ ઝવેરી પાસેથી.

વેલ્યુએશનની દ્રષ્ટિએ MSCI ઇન્ડેક્સ 134 ટકા પ્રિમિયમ પર છે. જે ઇમરજીંગ માર્કેટની સરેરાશ 62% ઉપર ચાલી રહ્યું છે. 12 મહિનાનો PE રેશિયો 10.57 ગણો છે. જ્યારે ભારતનો ઇન્ડેક્સ 24.83 ગણો છે. જાન્યુઆરી 2008 થી 28 સપ્ટેમ્બર સુધી માર્કેટે 7.08%ના રિટર્ન આપ્યા છે.

80% રોકાણકાર રેડ ઝોનમાં રોકાણ કરે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો