આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં વધારો જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કેપિટલ પોર્ટફોલિયો એડવાઇઝર્સના એમડી, પારસ એડનવાલા પાસેથી.
પારસ એડનવાલાનું કહેવુ છે કે કોરોના વાયરસને લીધે માર્કેટમાં કરેક્શન જોવા મળ્યુ. ચીનમાં અર્થતંત્રની સાથે અન્ય દેશોમાં પણ અસર થશે. જો આને અટકાવવામાં ન આવ્યું તો મુશ્કેલી વધશે. કોરોનાનો ભય વાસ્તવિક પરિસ્થિતિ કરતા વધુ. હાલ બધા જ માર્કેટ ઓવરસોલ્ડ છે.
પારસ એડનવાલાના મતે ડાઓનું કરેક્શન પણ ટેક્નિકલ હતું. કોરોનાવાયરસની દવા હજુ સુધી નહિ મળતા ભિતી વધી. વાયરસની દવા લાવવી વધુ જરૂરી છે. ભારતનું હાયજિન સ્તર અન્ય દેશ કરતા સારૂ હોવાથી કોરોનાનો ભય ઓછો છે.