Get App

SIPમાં હાલ રોકાણ જાળવી રાખવું જોઇએ: યોગેશ ભટ્ટ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું યોગેશ ભટ્ટ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 19, 2020 પર 1:58 PM
SIPમાં હાલ રોકાણ જાળવી રાખવું જોઇએ: યોગેશ ભટ્ટSIPમાં હાલ રોકાણ જાળવી રાખવું જોઇએ: યોગેશ ભટ્ટ

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં વધારો જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.8 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના સીનિયર ફંડ મૅનેજર યોગેશ ભટ્ટ પાસેથી.

યોગેશ ભટ્ટનું કહેવુ છે કે કોરોનાને કારણે લાંબાગાળા, ટૂંકાગાળાના રોકાણને સમજવુ જોઇએ. આપણે હાલમાં ઉપરથી 27-28% નીચે ટ્રેડ થઈ રહ્યા છીએ. કોરોના વાયરસના કારણે ભારે વૈશ્વિક વેચવાલી છે. સ્થાનિક નાણાંકીય સંસ્થા તરફથી માર્કેટને ઘણો ટેકો છે. માર્કેટની નેગેટિવ અસર ઓછી કરવા સરકાર કાર્યરત છે.

યોગેશ ભટ્ટના મતે ગ્લોબલ સેન્ટ્રલ બેન્કોએ ચોક્કસ આર્થિક સહાયતા પૂરી પાડવાનું શરૂ કર્યું. ચીને સ્ટીલની નિકાસની રીબેટ વધારી. ભારત હાલમાં કોરોના વાયરસ ફેલાવાના દ્વિતિય સ્તર પર છે. એસેટ અલોકેશન કરે છે તેને આવા માર્કેટમાં પેનિક થવાની જરૂર નથી. SIPમાં હાલ રોકાણ જાળવી રાખવું જોઇએ. ઑટો સેક્ટરમાં હાલ સાવચેત રહેવાની સલાહ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો