Get App

હાલ SIP ચાલુ રાખવી જોઇએ: નિલેષ શાહ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું નિલેષ શાહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 13, 2020 પર 6:57 PM
હાલ SIP ચાલુ રાખવી જોઇએ: નિલેષ શાહહાલ SIP ચાલુ રાખવી જોઇએ: નિલેષ શાહ

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 33,876.13 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 9,916.55 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 5 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક મહિન્દ્રા એએમસીના એમડી અને સીઈઓ નિલેષ શાહ પાસેથી.

નિલેષ શાહનું કહેવુ છે કે મેડિકલ સાયન્સ કોરોનાની દવા શોધવા પ્રયત્નશિલ છે. કોરોના વાયરસ કરતા લોકોને આર્થિક મંદીથી વધુ ફટકો પડશે. કોરોના વાયરસથી વિશ્વભરના લોકો પીડાઈ રહ્યા છે. માર્કેટમાં લેવાનો સમય છે પરંતુ ભાવ ઘટતા લોકો ડરી રહ્યાં છે.

નિલેષ શાહના મતે કોરોના વાયરસને નાથવા માનવજાતિ ચોક્કસ પ્રયત્ન કરી રહી છે. માર્કેટમાં હાલના ભાવ ડરના છે તે રોકાણકારો સમજી રહ્યાં છે. સરકાર અને બેન્કો રાહત આપશે તો ઝડપી રિકવરી થશે. હાલ કોરોના વાયરસ પર કાબૂ કઇ રીતે મેળવવો તેના પર ફોકસ રાખવુ.

નિલેષ શાહનું માનવુ છે કે આ મહિનામાં દુનિયાભરની માર્કેટ 10% તુટ્યા છે. અમેરિકા અને UKએ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો. ભારતે પણ વ્યાજ દરમાં પણ ઘટાડો કરવો જોઇએ. ઇકોનૉમીની અંદર ક્રેડિટ ફ્લૉ ચાલુ રહે તે જરૂરી છે. વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો વ્યાજના દરમાં મોટા પાયે ઘટાડો કરી રહી છે.

નિલેષ શાહના મુજબ જે લોકો ચીનથી માલ ખરીદી રહ્યા છે તે લાકો હવે અન્ય વિકલ્પ શોધશે. કોરોનાવાયરસના કારણે જેના ધંધા ઠપ્પ થઈ રહ્યા છે તેને ડૂબતા બચાવવા જોઈએ. US-ચીન ટ્રેડવોરના લીધે વૈશ્વિક ઈકોનોમી પર નેગેટિવ અસર પડી હતી. માર્કેટમાં આયોજીત રોકાણ કરવું જોઇએ.

નિલેષ શાહનું કહેવુ છે કે US-ચીન ટ્રેડવોરના લીધે વૈશ્વિક ઈકોનોમી પર નેગેટિવ અસર પડી હતી. હાલ SIP ચાલુ રાખવી જોઇએ. બેન્કિંગમાં સેક્ટર કરતા કંપની પર ફોકસ કરવું. હાલ દુનિયામાં સ્થિરતા આવે તેના પર ફોકસ કરવું. માર્કેટમાં નિયમિત રોકાણ કરો.

નિલેષ શાહના મતે માર્કેટમાં માત્ર એક સ્ટ્રેટજી પર પૈસા બનાવી નથી શકાતા. હાલ માર્કેટ પેનિક મોડમાં હોવાથી વોલેટાલિટી વધારે છે. ક્રૂડના ભાવ આ સ્તરે ટકી રહેશે તો ભારતને 50-60 મિલિનય ડોલરનો ફાયદો થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો