Get App

માર્કેટમાં હાલ અમુક શૅર્સમાં રોકાણ કરવાની સારી તક: સચિન ત્રિવેદી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સચિન ત્રિવેદી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 18, 2020 પર 4:23 PM
માર્કેટમાં હાલ અમુક શૅર્સમાં રોકાણ કરવાની સારી તક: સચિન ત્રિવેદીમાર્કેટમાં હાલ અમુક શૅર્સમાં રોકાણ કરવાની સારી તક: સચિન ત્રિવેદી

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ 0.9 ટકા અને નિફ્ટીમાં 0.8 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું યુટીઆઈ એએમસીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, હેડ ઓફ રિસર્ચ & ફંડ મૅનેજર સચિન ત્રિવેદી પાસેથી.

સચિન ત્રિવેદીનું કહેવુ છે કે કોરોનાની અસર એક ક્વાટર કરતા પણ વધુ રહેશે. ઇન્ટરનેશનલ માર્કેટ્સ હાલ રિસેશનમાં જતા રહ્યાં છે. માર્કેટમાં હાલ અમુક શૅર્સમાં રોકાણ કરવાની સારી તક છે. સરકાર દ્વારા સેકટર્સ માટે પૉલિસીની જરૂર છે. કોરોનાની અસર રહેશે ત્યાં સુધી માર્કેટમાં અસ્થિરતા જોવા મળશે. માર્કેટ પર હાલ લાંબાગાળાનો અભિગમ રાખવો.

સચિન ત્રિવેદીના મતે હાલ માર્કેટમાં વધુ મૂડી લાવવાની જરૂર છે. સરકારે વાયરસ માટે જે પગલાઓ લીધા તે સારા છે. રેટ કટ કરવાથી આડઅસર પણ આવી શકે છે. નાણાકીય ખાધ વધતા સરકાર પાસે રાહત આપવાની ક્ષમતા નહિવત છે. ડેટ અને પ્રોમોટર્સ લેવરેજિસવાળી કંપનીઓથી દૂર રહેવુ.

સચિન ત્રિવેદીના મુજબ પ્રાઇવેટ સેક્ટર્સ બેન્ક્સમાં રોકાણની સલાહ છે. NBFCs, સિમેન્ટમાં પણ રોકાણની સલાહ છે. મેટલ સેક્ટરથી હાલ દૂર રહેવાની સલાહ છે. ઇન્ફ્રા સેક્ટરથી હાલ દૂર રહેવાની સલાહ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો