Get App

કોરોના પર કાબૂ મેળવ્યા બાદ માર્કેટમાં ગ્રોથ દેખાશે: દેવેન ચોક્સી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું દેવેન ચોક્સીના પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 17, 2020 પર 1:08 PM
કોરોના પર કાબૂ મેળવ્યા બાદ માર્કેટમાં ગ્રોથ દેખાશે: દેવેન ચોક્સીકોરોના પર કાબૂ મેળવ્યા બાદ માર્કેટમાં ગ્રોથ દેખાશે: દેવેન ચોક્સી

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે માર્કેટમાં વધારે પડતા અનુમાન લગાવવામાં આવે ત્યારે કાબૂ જરૂરી છે. કરન્સીને સ્થિર કરવા માટે પગલા લેવા જરૂરી છે. આપણા માર્કેટમાં સટ્ટાકીય પ્રવૃતિ પર નિયમનકારે ધ્યાન આપવું જોઈએ.

દેવેન ચોક્સીના મતે જે રીતે કોરોના વાયરસ પર અંકુશ લાવવાના પ્રયાસ છે. તેવા જ પગલા માર્કેટમાં સટ્ટો અટકાવવા લેવાય. મોટા ફંડોની લાર્જ કેપ સ્ટોકમાં જંગી વેચવાલી છે. સટ્ટો જરૂરી છે પણ બેફામ સટ્ટો સ્વીકાર્ય નથી. કોરોના પર કાબૂ મેળવ્યા બાદ માર્કેટમાં ગ્રોથ દેખાશે. કોરોના પર કાબૂ મેળવ્યા બાદ માર્કેટમાં ગ્રોથ દેખાશે.

દેવેન ચોક્સીના મુજબ ચીનમાં કાચા માલનો ભાવ વધ્યો છે. રિટેલ NBFCs માટે હાલ સારો સમય છે. લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે પણ હાલ સારો સમય છે. ગ્રોથ સાથે સંકળાયેલી કંપનીઓ હાલ આકર્ષક લાગી રહી છે. કંપનીઓનું પ્રદર્શનને જોઇને રોકાણ કરવું. સારા ફંડામેન્ટલ્સવાળી કંપનીઓને રોકાણ માટે પસંદ કરવી.

બધા સમાચાર

+ વધુુ વાંચો