Get App

વધુ ક્ષમતાવાળી કંપનીઓમાં રોકાણ કરવુ: દેવેન ચોક્સી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 12, 2020 પર 2:11 PM
વધુ ક્ષમતાવાળી કંપનીઓમાં રોકાણ કરવુ: દેવેન ચોક્સીવધુ ક્ષમતાવાળી કંપનીઓમાં રોકાણ કરવુ: દેવેન ચોક્સી

સેન્સેક્સ 0.44 અને નિફ્ટીમાં 0.30 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. નિફ્ટી 10500 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 158 અંકોનો વધારો જોવામાં આવી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીના પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે ગ્લૉબલ ઇકોનૉમીમાં આ કટોકટી દરેક અર્થતંત્રને મજબૂત બનાવે છે. અર્થતંત્રમાં આગળ સ્થિરતા જરૂરથી આવશે. હાલ માર્કેટમાં સાવચેતી સાથે આશાવાદ પણ છે. કોરોનાથી વર્ક ફ્રોમ હૉમ તરફ લોકો વધુ વિચારવા લાગ્યા. જેને કારણે અવર-જવરનો સમય બચવા લાગ્યો.

દેવેન ચોક્સીના મતે ચીનમાં આ મહિનામાં જ પ્રોડક્શન સ્થિર થવાના સમાચાર આવી શકે. કોરોના વાયરસ હવે કાબૂમાં છે. ક્રૂડની ડિમાન્ડ વૈશ્વિક સ્તરે ઘટતી જાય છે. ગલ્ફ નેશન્સ માટે ભાવ ઘટાડવા સરળ રહેશે. ક્રૂડમાં ઘટાડો ઓઇલ કન્ઝયુમિંગ દેશો માટે સારો છે.

દેવેન ચોક્સીના મુજબ વારંવાર ટેક્સ માળખામાં બદલાવ રોકાણકારો માટે સારૂ નથી. LTCGની કમ્પલાયન્સ ટેક્સ સરકારને મોંધી પડતી હશે. સરકારે LTCG ટેક્સ નાબૂદ કરવાની જરૂર છે. માઇક્રોસોફ્ટ કંપનીઓ માટે પડકાર વધુ છે. વધુ ક્ષમતાવાળી કંપનીઓમાં રોકાણ કરવુ.

બધા સમાચાર

+ વધુુ વાંચો