Get App

રોકાણકારોએ પોતાના ફાઇનાન્શિયલ લક્ષ્યને વળગી રહેવું: અમીષ મુનશી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિન્સોલ ઇન્વેસ્ટમેન્ટના ડિરેક્ટર અમીષ મુનશી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 04, 2020 પર 7:09 PM
રોકાણકારોએ પોતાના ફાઇનાન્શિયલ લક્ષ્યને વળગી રહેવું: અમીષ મુનશીરોકાણકારોએ પોતાના ફાઇનાન્શિયલ લક્ષ્યને વળગી રહેવું: અમીષ મુનશી

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિન્સોલ ઇન્વેસ્ટમેન્ટના ડિરેક્ટર અમીષ મુનશી પાસેથી.

અમીષ મુનશીનું કહેવુ છે કે કોરોનાની ગ્લૉબલ ઇકોનૉમી પર ચોક્કસથી અસર આવશે. ગ્લૉબલ વેલ્યૂએશન અને અર્નિંગમાં પણ અસર આવશે. વાયરસ, વોલેટાલીટી,વેલ્યુએશન આ ત્રણ બાબત પર માર્કેટમાં કશ્મકશ જોવા મળી.

અમીષ મુનશીના મતે કોરોનાનો ફેલાવો હજુ કેટલો થશે તેની જાણકારી કોઈને નથી. કોરોનાની દવા શોધવાની જાહેરાત થશે તો માર્કેટમા રાહત આવશે. ગ્લોબલ ટ્રેડમાં ભારતનો હિસ્સો 2 ટકા કરતા ઓછો રહેતા ખાસ મોટી અસર નહિવત. કોરોના વાયરસ ઇકોનૉમીની સમસ્યા ન રહેતા મેડિકલ સમસ્યા છે.

અમીષ મુનશીના મુજબ ગ્લોબલ સપ્લાય ચેનમાં જો ભારતને મોકો મળે તો ચોક્કસ લાભ મળશે. વિશ્વની સેન્ટ્રલ બેન્ક્સ પણ સક્રિય બની. વિશ્વની સેન્ટ્રલ બેન્ક્સ પણ એક્શનમાં આવી. સાર્સ અને કોરોનાની અસરનું મૂલ્યાંકન કરીએ તો કોરોનાની અસર વધુ છે.

અમીષ મુનશીનું માનવુ છે કે રોકાણકારોએ કોઇપણ પરિસ્થિતિમાં પેનિક ન થવું. રોકાણકારોએ પોતાના ફાઇનાન્શિયલ લક્ષ્યને વળગી રહેવું. IT લાંબાગાળાના રોકાણ માટે આકર્ષક લાગી રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો