Get App

માર્કેટમાં પેનિક કરીને ખોટા પગલા લેવાની જરૂર નથી: આશિષ સોમૈયા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આશિષ સોમૈયા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 20, 2020 પર 9:36 AM
માર્કેટમાં પેનિક કરીને ખોટા પગલા લેવાની જરૂર નથી: આશિષ સોમૈયામાર્કેટમાં પેનિક કરીને ખોટા પગલા લેવાની જરૂર નથી: આશિષ સોમૈયા

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 6 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલ એએમસીના સીઈઓ આશિષ સોમૈયા પાસેથી.

આશિષ સોમૈયાનું કહેવુ છે કે આવનારા સમયમાં વાયરસ ક્યારે કાબૂમાં આવે છે તેના પર નજર રહેશે. 2008મા લૅહમેન બ્રધર્સની કટોકટી બાદ વાયરસના ડરથી માર્કેટ તૂટી રહ્યાં છે. વાયરસના કાબૂમાં આવ્યા બાદ અર્થતંત્ર કેમ સ્થિર થાય તેના પ્રયત્નો ચાલૂ છે.

આશિષ સોમૈયાના મતે ડર કારણે ઘણી ફાઈનાન્શિયલ પોઝિશન અનવાઈન્ડ થાય છે. લિક્વિડિટી વધારવાથી કોરોનાનો ડર થોડો ઓછો થશે. હાલમાં ગભરાટમાં વેચવાની બિલકુલ જરૂરત નથી. નિફ્ટી 500, મિડકેપ ઇન્ડેક્સમાં ખરીદારી કરી શકાય.

આશિષ સોમૈયાનું માનવુ છે માર્કેટમાં રોકાણ કરવા કરતા વાયરસ પર કાબૂ વધુ જરૂરી છે. માર્કેટમાં પેનિક કરીને ખોટા પગલા લેવાની જરૂર નથી. હાલમાં મોટા ભાગની સારી બેન્કના ભાવ 50% કરતા વધુ તૂટી ગયા છે.

આશિષ સોમૈયાના મુજબ ઘટતા બજારમાં નવી ખરીદીની હિંમત ભલે ના હોય પણ ગભરાટમાં વેચો તો નહિ. ઇન્શ્યોરન્સ, FMCGમાં રિકવરી આવશે. વ્હાઇટ ગુડ્સની માગ ઘટતી દેખાઇ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો