Get App

બેસિલિક ફ્લાય સ્ટુડિયો IPO ના માધ્યમે 66.35 કરોડ રૂપિયા એકત્ર કરશે

આ વિઝુઅલ ઈફેક્ટ્સ (VFX) સ્ટુડિયોની યોજના 68.40 લાખ શૅર્સ ઈસ્યુ કરીને 66.35 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે. રોકાણકારો ન્યૂનતમ 1,200 શૅર્સથી પણ બિડ કરી શકશે. ઓફર પાંચ સપ્ટેમ્બરના રોજ પુરી થશે. આઈપીઓમાં ફ્રેશ ઈસ્યુ 62.4 લાખ શૅર્સ અને ઓફર ફોર સેલ તરીકે છ લાખ શૅર્સનો સમાવશ છે. કંપનીના પ્રમોટર્સ બાલકૃષ્ણન અને યોગલક્ષ્મી એસ આ શૅર્સ વેચવાના છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 28, 2023 પર 6:58 PM
બેસિલિક ફ્લાય સ્ટુડિયો IPO ના માધ્યમે 66.35 કરોડ રૂપિયા એકત્ર કરશેબેસિલિક ફ્લાય સ્ટુડિયો IPO ના માધ્યમે 66.35 કરોડ રૂપિયા એકત્ર કરશે

બેસિલિક ફ્લાય સ્ટુડિયોઝના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ની પ્રાઈસ બેન્ડ 92-97 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ચેન્નઈની આ કંપનીનો પબ્લિક ઈસ્યુ સબસ્ક્રિપ્શન માટે પહેલી સપ્ટેમ્બરથી ખુલશે. સપ્ટેમ્બર મહિનાનો આ પહેલો એસએમઈ આઈપીઓ ગણાશે.

આ વિઝુઅલ ઈફેક્ટ્સ (VFX) સ્ટુડિયોની યોજના 68.40 લાખ શૅર્સ ઈસ્યુ કરીને 66.35 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે. રોકાણકારો ન્યૂનતમ 1,200 શૅર્સથી પણ બિડ કરી શકશે. ઓફર પાંચ સપ્ટેમ્બરના રોજ પુરી થશે. આઈપીઓમાં ફ્રેશ ઈસ્યુ 62.4 લાખ શૅર્સ અને ઓફર ફોર સેલ તરીકે છ લાખ શૅર્સનો સમાવશ છે. કંપનીના પ્રમોટર્સ બાલકૃષ્ણન અને યોગલક્ષ્મી એસ આ શૅર્સ વેચવાના છે.

બંને પ્રમોટરનો કંપનીમાં સંયુક્ત હિસ્સો 85.40 ટકા છે. માર્કેટ મેકર માટે 10.26 લાખ શૅર્સ રિઝર્વ રાખવામાં આવ્યા છે. પરિણામે નેટ ઈસ્યુ 58.14 લાખ ઈક્વિટી શૅર્સ થયા. આ હિસ્સો ક્યુઆઈબી, એચએનઆઈ અને રિટેલ રોકાણકારો માટે રહેશે.

ક્યુઆઈબી માટે ઓફરનો અડધો ભાગ, એચએનઆઈ માટે 15 ટકા અને બાકીનો 35 ટકા રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવ્યો છે. ક્યુઆઈબી માટે 31 ઓગસ્ટે જ સબસ્ક્રિપ્શન ખુલી જશે. આઈપીઓમાંથી એકત્ર થનારા ભંડોળનો ઉપયોગ કંપની હૈદરાબાદમાં સ્ટુડિયો શરૂ કરવા માટે અને ચેન્નઈ તેમ જ પુણેની ઓફિસને વધુ કાર્યક્ષમ કરવા માટે થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો