Capital SFB IPO Listing: આજે બે સ્મૉલ ફાઈનાન્સ બેન્કે ઘરેલૂ શેર બજારમાં એન્ટ્રી કરી છે. બન્ને સ્મૉલ ફાઈનાન્સ બેન્કોએ લિસ્ટિંગના દિવસ રોકાણકારોને નિરાશ કર્યા છે. આ બન્ને બેન્કોની લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈઝ કરતા ડિસ્કાઉન્ટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. Capital Small Finance Bank માટે ઇશ્યૂ પ્રાઇસ 468 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. આની સરખામણીમાં આ સ્ટૉક 430.25 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટેડ છે.