Cello World IPO Listing: ટિફિન-થર્મોસ અને કિચનના વાસણો બનાવા વાળી કંપની સેલો વર્લ્ડના શેરોની આજે ઘરેલૂ માર્કેટમાં એન્ટ્રી થઈ છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે ઑફર ફૉર સેલનો હતો પરંતુ તેમ છતાં તેને રોકાણકારો તરફથી મજબૂત રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરઑલ 41 ગુણાથી વધું સબ્સક્રાઈબ થયો હતો. આઈપીઓના હેઠળ 648 રૂપિયાના ભાવ પર શરે રજૂ થયો હતો. આજે BSE પર તેના 831 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારને 28 ટકાની લિસ્ટિંગ ગેન મળી છે. જો કે લિસ્ટિંગ બાદ તે ઘટી ગયો છે. હાલમાં તે 783.70 રૂપિયા પર આવ્યો છે એટલે કે આઈપીઓ રોકાણકાર લગભગ 21 ટકા નફામાં છે. કર્મચારી વધું નફામાં છે કારણ કે તેમને દરેક શેર 61 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળ્યા છે.