હયાત બ્રાન્ડ હોટેલ્સ ચલાવતી કંપની જુનિપર હોટેલ્સ (Juniper Hotels)નો 1800 કરોડ રૂપિયાનો આઈપીઓ આજે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો છે. આ આઈપીઓના શેર માટે 23 ફેબ્રુઆરી સુધી રોકાણકારો બોલી લગાવી શકે છે. જુનિપર હોટેલ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 342-360 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. આ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ છે. એટલે કે ઑફર ફૉર સેલ દ્વારા કોઈ શેર વેચવામાં નહીં આવશે.