Get App

HMA Agro IPO Listing: બીફ કંપનીની માર્કેટમાં જોરદાર એન્ટ્રી, 615 રૂપિયા પર લિસ્ટ થયો

HMA Agro IPO Listing: તેનો 480 કરોડ રૂપિયાનો IPO 20-23 જૂન વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. IPO હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેર 585 રૂપિયાના ભાવે રજુ કરવામાં આવ્યા છે. નવા શેરો દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કંપની દ્વારા કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Jul 04, 2023 પર 10:37 AM
HMA Agro IPO Listing: બીફ કંપનીની માર્કેટમાં જોરદાર એન્ટ્રી, 615 રૂપિયા પર લિસ્ટ થયોHMA Agro IPO Listing: બીફ કંપનીની માર્કેટમાં જોરદાર એન્ટ્રી, 615 રૂપિયા પર લિસ્ટ થયો
બફેલો મીટ એટલે કે બીફ એક્સપોર્ટ કરવા વાળી દિગ્ગજ કંપની એચએમએ એગ્રોના શેરોની આજે માર્કેટમાં જોરદાર લિસ્ટિંગ સાથે એન્ટ્રી થઈ છે.

HMA Agro IPO Listing: બફેલો મીટ એટલે કે બીફ એક્સપોર્ટ કરવા વાળી દિગ્ગજ કંપની એચએમએ એગ્રોના શેરોની આજે માર્કેટમાં જોરદાર લિસ્ટિંગ સાથે એન્ટ્રી થઈ છે. તેના આઈપીઓને રોકાણકારોને રિટેલ રોકાણોકારોનો નબળો રિસ્પોંસ મળ્યો હતો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો પૂરો ભરી શકાયો ન હતો. જો કે આઈપીઓ રોકાણકારોના આ શેર 585 રૂપિયાના ભાવ પર રજુ થયા હતા અને હવે ઘરેલૂ માર્કેટમાં બીએસઈ પર તેની 615 રૂપિયા પર એન્ટ્રી થઈ છે એટલે કે રોકાણકારોને 5 ટકાથી વધારે લિસ્ટિંગ ગેન મળ્યો. લિસ્ટિંગ બાદ પણ શેર નથી થોભ્યા અને હાલમાં 651 રૂપિયા (HMA Agro Share Price) પર ટ્રેડ થઈ રહ્યા છે એટલે કે દરેક શેર પર આઈપીઓ રોકાણકાર 66 રૂપિયા એટલે કે 8 ટકા નફામાં છે.

HMA Agro IPO માં રિટેલ રોકાણકારોનો હિસ્સો નથી પૂરો ભરાયો

તેના 480 કરોડ રૂપિયાનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 20-23 જુનની વચ્ચે ખુલ્યો હતો અને 1.62 ગણો સબ્સક્રાઈબ થયો હતો. રિટેલ રોકાણકારોનો હિસ્સો ફક્ત 0.96 ગણો જ ભરાયો હતો. આઈપીઓની હેઠળ 585 રૂપિયાના ભાવ પર 10 રૂપિયાની ફેસ વૈલ્યૂ વાળા શેર રજુ થયા છે. નવા શેરોના દ્વારા એકઠા કરવામાં આવેલા પૈસાનો ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરતોને પૂરી કરવા અને સામાન્ય કૉર્પોરેટ ઉદ્દેશ્યોમાં કરશે. આ આઈપીઓની હેઠળ 150 કરોડ રૂપિયાના નાવ શેર રજુ થયા છે અને 330 કરોડ રૂપિયાના શેરોની ઑફર ફૉર સેલ (OFS) વિંડોની હેઠળ વેચાણ થયુ છે.

HMA Agro ની જાણકારી

બધા સમાચાર

+ વધુુ વાંચો