IPO News: આઈપીઓ માર્કેટમાં તાજગી જોવા મળી રહી છે. આજે એક-બે નહીં, પરંતુ ચાર કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરવાની તક છે. આમાં એક આઈપીઓ ટાટાનો છે જે 19 વર્ષ બાદ તેની એક કંપનીનો ઈશ્યુ લઈને આવ્યો છે. આ સિવાય એક આઈપીઓ ફેડરલ બેન્ક (Federal Bank)ની સબ્સિડિયરીનો છે. આજે જે આઈપીઓ- ટાટા ટેક આઈપીઓ (Tata tech IPO), ફેડબેન્ક ફાઈનાન્શિલલ સર્વિસેઝ (FedBank Financial Services), ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ (Flair Writing Industries) અને ગાંધાર ઓઈલ રિફાઈનરી (Gandhar Oil Refinery) ખુલ્યો છે, તેમાં 24 નવેમ્બર સુધી પૈસા લગાવી શકો છો. હવે સવાલ એ ઊભો થાય છે કે કયા આઈપીઓમાં પૈસાનું રોકાણ કરવું અને કયામાં નહીં, આ અંગે બ્રોકરેજનો ટ્રેન્ડ અહીં આપવામાં આવ્યો છે.