જો તમે આઈપીઓમાં રૂપિયા લગાવવાનું વિચારી રહ્યા હોવ, તો તૈયાર થઈ જાઓ. એક અન્ય કંપનીનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. આ કંપની દિપક કેમટેક્સ લિમિટેડ છે. કંપનીનો આઈપીઓ 29 નવેમ્બરના રોજ ઓપન થશે અને તે 1 ડિસેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રહેશે. દીપક કેમટેક્સનો આઈપીઓ હાલ ઓપન થયો નથી પરંતુ ગ્રે માર્કેટમાંથી પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં દીપક કેમટેક્સના શેર લગભગ 15 ટકાના પ્રીમિયમ પર પહોંચી ગયા છે.