નાશિક સ્થિત રિષભ ઈન્સ્ટ્રુમેન્ટ્સનો આઈપીઓ ૩૦ ઓગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને પહેલી સપ્ટેમ્બરના રોજ બંધ થશે. રિષભ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક ઈન્ટિગ્રેટેડ કંપની છે જે ઈલેક્ટ્રીક પાર્ટસનું ડિઝાઈનિંગ, ડેવલપિંગ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય કરે છે, ડિવાઈઝને કંટ્રોલ- પ્રોટેક્શન કરવાની સાથે પોર્ટેબલ ટેસ્ટ પણ કંપની દ્વારા કરવામાં આવે છે. સોલાર સ્ટ્રીંગ ઈનવર્ટર્સનું પણ કંપની ઉત્પાદન કરે છે.