Get App

સબસ્ક્રિપ્શનનાં બીજા દિવસે સહજ ફેશન્સનો IPO 3.44 ગણો ભરાયો

આ ગાર્મેન્ટ ફેબ્રિક ઉત્પાદકની યોજના શૅરદીઠ 30 રૂપિયાના ભાવે 13.96 કરોડ રૂપિયા આઈપીઓના માધ્યમે એકત્ર કરવાનો છે. 46.52 લાખ શૅર્સમાં નવા ઈસ્યુ 44.76 લાખ શૅર્સ છે જેનું મૂલ્ય 13.43 કરોડ છે. જ્યારે કંપનીના નોન-પ્રમોટર શૅરહોલ્ડર અંકુશ શાહ 1.76 લાખ શૅર્સનું વેચાણ કરશે જેનું મૂલ્ય 53 લાખ રૂપિયા છે

MoneyControl Newsઅપડેટેડ Aug 28, 2023 પર 7:16 PM
સબસ્ક્રિપ્શનનાં બીજા દિવસે સહજ ફેશન્સનો IPO 3.44 ગણો ભરાયોસબસ્ક્રિપ્શનનાં બીજા દિવસે સહજ ફેશન્સનો IPO 3.44 ગણો ભરાયો

સહજ ફેશન્સના આઈપીઓને રોકાણકારોની સારી પ્રતિક્રિયા મળી રહી છે. સબસ્ક્રિપ્શનના બીજા દિવસે આઈપીઓ 3.44 ગણો ભરાયો હતો. ઓફર સાઈઝ 46.52 લાખ છે, જ્યારે બિડ્સ 1.6 કરોડ શૅર્સની મળી છે.

ઓફરમાં રિટેલ રોકાણકારોનો સપોર્ટ સારો છે. રિટેલ ભાગ 6.03 ગણો ભરાયો છે. જ્યારે હાઈ નેટવર્ક ઈન્ડિવિડ્યુઅલ્સનો ભાગ 1.2 ગણો છલકાયો છે. કંપનીએ માર્કેટ મેકર માટે 2.36 લાખ શૅર્સ રિઝર્વ રાખ્યા છે. આમ નેટ ઈસ્યુ 44.16 લાખ શૅર્સ થયા.

આ ગાર્મેન્ટ ફેબ્રિક ઉત્પાદકની યોજના શૅરદીઠ 30 રૂપિયાના ભાવે 13.96 કરોડ રૂપિયા આઈપીઓના માધ્યમે એકત્ર કરવાનો છે. 46.52 લાખ શૅર્સમાં નવા ઈસ્યુ 44.76 લાખ શૅર્સ છે જેનું મૂલ્ય 13.43 કરોડ છે. જ્યારે કંપનીના નોન-પ્રમોટર શૅરહોલ્ડર અંકુશ શાહ 1.76 લાખ શૅર્સનું વેચાણ કરશે જેનું મૂલ્ય 53 લાખ રૂપિયા છે.

આઈપીઓમાંથી એકત્ર થનારા ભંડોળનો ઉપયોગ કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે અને ડેબ્ટની ચૂકવણી માટે કરશે. આ વપરાશ બાદ જે નાણા ભંડોળ રહેશે તેનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુ અને અન્ય ખર્ચ માટે કરવામાં આવશે. ઓફર 29 ઓગસ્ટના રોજ પુરી થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો