Sunita Tools IPO Listing: મોલ્ડ બેઝ અને મશીન પાર્ટસ બનાવતી કંપની સુનિતા ટૂલ્સ (Sunita Tools)ના શેરોને આજે BSEના SME પ્લેટફૉર્મ પર જોરદાર એન્ટ્રી કરી છે. આ આઈપીઓમાં રિટેલ રોકાણકારે જોરદાર પૈસા લગાવ્યા હતા અને તેના માટે આરક્ષિત હિસ્સો 21 ગુણાથી વધું ભરાયો હતો. પાંચ દિવસ સુધી આ ઈશ્યૂ ખુલ્યો હતો પરંતુ ઓવરસબ્સક્રાઈબ આ પહેલા દિવસે જ થઈ ગયો હતો. પહેલા દિવસે ઓવરઑલ આ 1.71 ગુણો ભરાયો હતો જેમાં રિટેલ રોકાણકારનો હિસ્સો 2.47 ગુણો ભરાયો હતો. આઈપીઓના હેઠળ 145 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયા છે. આજે BSE SME પર તેના 155 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારને 6.90 ટકાની લિસ્ટિંગ ગેન મળ્યો છે. જો કે લિસ્ટિંગ બાદ શેર ધીમે પડ્યા છે. હાલમાં આ 153 રૂપિયા પર આવી ગયો છે એટલે કે આઈપીઓ રોકાણકારનો નફો ઘટીને 5.52 ટકા રહી છે.