Get App

Tata Tech IPO: બે દિવસમાં 35 ટકા વધ્યો આ શેર, આઈપીઓ પહેલા ટાટાની આ કંપનીએ કરાવી મજબૂત કમાણી

ટાટા ટેક્નોલૉજીના આઈપીઓ આવવા પહેલા જ ટાટા ગ્રૂપના એક શેરે રોકાણકારોને મજબૂત કમાણી કરાવી છે. ટાટાના આ શેરે બે દિવસમાં 35 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 20, 2023 પર 1:25 PM
Tata Tech IPO: બે દિવસમાં 35 ટકા વધ્યો આ શેર, આઈપીઓ પહેલા ટાટાની આ કંપનીએ કરાવી મજબૂત કમાણીTata Tech IPO: બે દિવસમાં 35 ટકા વધ્યો આ શેર, આઈપીઓ પહેલા ટાટાની આ કંપનીએ કરાવી મજબૂત કમાણી

ટાટા ટેકનો આઈપીઓ (Tata Tech IPO) 22 નવેમ્બરે આવવા જઈ રહ્યો છે. આ પહેલા ટાટા ગ્રુપ (Tata Group)ની કેટલીક કંપનીઓના શેરોમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. ટાટાના એક શેરે તો રોકાણકારને માત્ર 2 દિવસમાં મજબૂત રિટર્ન આપ્યું છે. માત્ર એક જ દિવસમાં આ કંપનીના શેરે 15 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. છ મહિનામાં આ સ્ટૉકે લગભગ 100 ટકા રિટર્ન આપ્યું છે.

સોમવારે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન (Tata Investment Corporation)ના શેર 52 વીકના હાઈ લેવલ પર પહોંચી ગયો છે. બીએસઈ પર આ શેર 15.79 ટકાના વધારા સાથે 4,521.90 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન ટાટા ઇન્વેસ્ટમેન્ટના શેર (Tata Investment Share Price)માં લગભગ 35 ટકાનો વધારો થયો છે. 17 નવેમ્બરે ટાટા ઇન્વેસ્ટમેન્ટના શેરમાં 20 ટકાનો વધારો થયો હતો અને આ સ્ટૉક એક સપ્તાહ દરમિયાન લગભગ 40 ટકા વધ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ સ્ટૉક 112 ટકા રિટર્ન આપ્યું છે.

શા માટે થઈ રહી ટાટાના આ શેરોમાં તેજી

ટાટા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશનના શેરોમાં તેજી એવા સમયે આવી રહી છે, જ્યારે ટાટા ટેક્નોલૉજીનો આઇપીઓ (Tata Technology IPO) સબ્સક્રિપ્શન માટે 22 નવેમ્બરે ઓપન થઈ રહ્યો છે. ટાટા ટેકનોલૉજી, ટાટા મોટર્સ (Tata Motors)ની સબ્સિડરી કંપની છે અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ટાટા મોટર્સનું પ્રમોટર ગ્રુપ છે. આવી સ્થિતિમાં આઈપીઓના આવાથી પહેલા આ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો