Utkarsh SFB IPO: ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો 500 કરોડ રૂપિયાનો આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે આવતીકાલે ખુલશે. આ ઈશ્યૂ હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા માત્ર નવા શેર જ રજૂ કરવામાં આવશે. ગ્રે માર્કેટની વાત કરીએ તો તેના શેર ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ બેન્કનો આઈપીઓ માટે 23-25 રૂપિયાના પ્રાઈઝ બેન્ડ નક્કી થઈ છે. આ પ્રાઈઝ બેન્ડની અપર પ્રાઈઝના હિસાબથી તેના શેર ગ્રે માર્કેટમાં 15 રૂપિયાની GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) પર છે. તેમાં ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્કના શેરોના 60 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થવાના સંકેત મળી રહ્યા છે. જો કે માર્કેટ એક્સપર્ટના અનુસાર ગ્રે માર્કેટથી મળ્યા સંકેતને કારણે કંપનીના ફાઈનાન્શિયલ અને ફંડામેન્ટલ્સના આધાર પર રોકાણનું નિર્ણય લેવું જોઈએ.