Get App

Vivaa Tradecom IPO Listing: ટેક્સટાઇલ કંપનીએ કર્યા નિરાશ, 20 ટકા ડિસ્કાઉન્ટ પર શેરોની માર્કેટમાં થઈ એન્ટ્રી

Vivaa Tradecom IPO Listing: ટેક્સટાઇલ કંપની વિવા ટ્રેડકોમના શેરમાં આજે BSEના SME પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટમાં એન્ટ્રીથઈ છે. નફો તો નથી મળ્યો, ઊલટું નુકસાન થયું. સબ્સક્રિપ્શનની વાત કરે તો રિટેલ રોકાણકારના દમ પર આ ઈશ્યૂ પૂરો ભરાયો અને બાકી રોકાણકાર માટે આરક્ષિત હિસ્સો પાંચ દિવસમાં પણ પૂરો નથી ભરાયો. ચેક કરો નાની લેટેસ્ટ સ્થિતિ

MoneyControl Newsઅપડેટેડ Oct 12, 2023 પર 11:12 AM
Vivaa Tradecom IPO Listing: ટેક્સટાઇલ કંપનીએ કર્યા નિરાશ, 20 ટકા ડિસ્કાઉન્ટ પર શેરોની માર્કેટમાં થઈ એન્ટ્રીVivaa Tradecom IPO Listing: ટેક્સટાઇલ કંપનીએ કર્યા નિરાશ, 20 ટકા ડિસ્કાઉન્ટ પર શેરોની માર્કેટમાં થઈ એન્ટ્રી

Vivaa Tradecom IPO Listing: ટેક્સટાઇલ કંપની વિવા ટ્રેડકોમના શેરમાં આજે BSEના SME પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટમાં એન્ટ્રીથઈ છે. નફો તો નથી મળ્યો, ઊલટું નુકસાન થયું. સબ્સક્રિપ્શનની વાત કરે તો રિટેલ રોકાણકારના દમ પર આ ઈશ્યૂ પૂરો ભરાયો અને બાકી રોકાણકાર માટે આરક્ષિત હિસ્સો પાંચ દિવસમાં પણ પૂરો નથી ભરાયો. આઈપીઓના હેઠળ 51 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયો છે. આજે BSE SME પર તેના 40.80 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે લિસ્ટિંગ બાદ આઈપીઓ રોકાણકતારનું કેપિટલ 20 ટકા ઘટી ગયો છે. હાલમાં લિસ્ટિંગ બાદ શેરોની થોડી રિકવરી થઈ છે પરંતુ હજી પણ આ નબળાઈ સ્થિતિમાં છે. ઘટીને આ 38.76 રૂપિયાના લોઅર સર્કિટ પર આવી ગયો એટલે કે આઈપીઓ રોકાણકાર 24 ટકા ખોટમાં છે.

Vivaa Tradecom IPOમાં રિટેલ રોકાણકારનો હિસ્સો ઓવરરબ્સક્રાઈબ

વીવા ટ્રેડકૉમનો 7.99 કરોડ રૂપિયાનો આઈપીઓ 27 સપ્ટેમ્બર- 4 ઑક્ટોબર શુધી ખુલ્યો હતો. આ આઈપીઓના રોકાણકારને રિસ્પોન્સની વાત કરે તો તે અતંમાં એટલે કે પાંચમાં દિવસે સંપૂર્ણ ભરાયો હતો. ચાર દિવસમાં તે 0.91 ગુણો ભરાયો હતો અને રિટેલ રોકાણકારનો હિસ્સો ચેથા દિવસે 1.61 ગુણો ભરાયો હતો એટલે કે ઓવર સબ્સક્રાઈબ થયો હતો. અતિંમ દિવસે ઑવરઓલ તે 1.81 ગુણો સબ્સક્રાઈબ થયો છે. તેમાં રિટેલ રોકાણકારનો હિસ્સો 2.86 ગુણો ભરાયો હતો. તેના માટે અડધો હિસ્સો આરક્ષિત હતો. જ્યારે બાકી રોકાણકાર માટે આરક્ષિત હિસ્સો માત્ર 0.70 ગુણો ભરાયો હતો.

આઈપીઓના હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 15.66 લાખ નવા શેર રજૂ થયા છે. આ શેરના દ્વારા એકત્ર કરેલા પૈસાનું ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરતોને પૂરા કરવા, સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યો અને આઈપીઓના ખર્ચને ભરવામાં થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો