Get App

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ'ને અપાશે નવો હેરિટેજ લુક, ‘ગાંધી થાળી' બની રહેશે આકર્ષણનું કેન્દ્ર, જૂઓ નવી ડિઝાઇન

Ahmedabad News: રૂપિયા 2.40 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાશે ત્રણ માળનું અદ્યતન 'જેલ ભજીયા હાઉસ', જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ પર તૈયાર કરવામાં આવશે, સાબરમતી જેલમાં રહેલા સ્વાતંત્ર્યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ પણ બનાવાશે, નવા જેલ ભજીયા હાઉસમાં ‘ગાંધી થાળી' બની રહેશે આકર્ષણનું કેન્દ્ર

MoneyControl Newsઅપડેટેડ Feb 23, 2024 પર 5:41 PM
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ'ને અપાશે નવો હેરિટેજ લુક, ‘ગાંધી થાળી' બની રહેશે આકર્ષણનું કેન્દ્ર, જૂઓ નવી ડિઝાઇનઅમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ'ને અપાશે નવો હેરિટેજ લુક, ‘ગાંધી થાળી' બની રહેશે આકર્ષણનું કેન્દ્ર, જૂઓ નવી ડિઝાઇન
Ahmedabad News: અમદાવાદના આર.ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા 'જેલ ભજીયા હાઉસ'ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે.

Ahmedabad News: અમદાવાદના આર.ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા 'જેલ ભજીયા હાઉસ'ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે. આર.ટી.ઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળનું 'જેલ ભજીયા હાઉસ' હેરિટેજ લુક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવશે, જે આશરે 2.40 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે.

આ નવા ભજીયા હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર સેલરૂમ અને કેદીઓ દ્વારા બનાવેલ ભજીયાનું વેચાણ કરવામાં આવશે. જ્યારે પહેલા માળ પર જેલના કેદીઓ દ્વારા ભોજન બનાવાશે, જેમાં સ્પેશિયલ 'ગાંધી થાળી' લોકોમાં આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે.

બીજા માળ પર આઝાદીના સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય તિલક જેવા સ્વાતંત્ર્યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો