Get App

Ayodhya Ram mandir: જય શ્રી રામના નારાથી ગૂંજી ઉઠ્યું એરપોર્ટ, અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટે ભરી ઉડાન

Ayodhya Ram mandir: આ ફ્લાઇટ દ્વારા રામ ભક્તોને દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી લાવશે. 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને મહર્ષિ વાલ્મીકી નામ આપવાની જાહેરાત કરી હતી.

MoneyControl Newsઅપડેટેડ Jan 11, 2024 પર 1:42 PM
Ayodhya Ram mandir: જય શ્રી રામના નારાથી ગૂંજી ઉઠ્યું એરપોર્ટ, અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટે ભરી ઉડાનAyodhya Ram mandir: જય શ્રી રામના નારાથી ગૂંજી ઉઠ્યું એરપોર્ટ, અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટે ભરી ઉડાન
પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર તમામ ભક્તો માટે ખોલવામાં આવશે.

Ayodhya Ram mandir: 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. જેને પગલે આખા દેશમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે 11મી જાન્યુઆરીએ એટલે કે આજે સવારે અમદાવાદથી અયોધ્યા માટેની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે. આ ઉડાન પહેલા અમદાવાદ એરપોર્ટ પણ રામમય બની ગયુ હોય તેવો માહોલ છવાયો હતો. એરપોર્ટ પર મુસાફરોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવીને કેક પણ કાપી હતી. એરપોર્ટ પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત પણ કરાયુ હતુ. આ ફ્લાઇટમાં 150 શ્રદ્ધાળુઓ અયોધ્યા જઇ રહ્યા છે.

રામભક્તોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ એરપોર્ટ પરથી રામભક્તોને લઇને ઇન્ડિગોની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે. જે માટે રામભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે. અમદાવાદથી અયોધ્યાનુ ભાડુ 12થી 13 હજાર રૂપિયા છે. પહેલી ફ્લાઈટમાં 150 શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ રહ્યા છે.નોંધનીય છે કે, બુધવારે એટલે કે, 10 જાન્યુઆરીથી ઈન્ડિગો એરલાઈન્સની દિલ્હીથી ફ્લાઇટ શરૂ થઇ હતી.એરપોર્ટ પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનુ સ્વાગત કરાતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આ ફ્લાઇટ દ્વારા રામ ભક્તોને દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી લાવશે. 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને મહર્ષિ વાલ્મીકિના નામ પર નામ આપવાની જાહેરાત કરી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો