6 ફેબ્રુઆરી 2024એ શરૂ થઈ ભારતીય રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસીની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das)એ આ બેઠકમાં લિવામાં આવેલા નિર્ણયની જાણકારી પણ આપી દીધી છે. શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટ હજુ પણ 6.5 ટકા પર યથાવત છે. જાણીતું છે કે વર્ષ 2024 માં આરબીઆઈ ક્રેડિટ પૉલિસી માટે આ પ્રથમ બેઠક છે.