Ambalal Patel predicted: રાજ્યમાં પવનની દિશા બદલાયા કરે છે. જેના કારણે ઠંડીમાં પણ વધઘટ જોવા મળી રહી છે. જો કે લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી. તેમ છતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ થય રહ્યો છે. કારણ કે પવન ફૂકાવવાના કારણે ઠંડીનો અહેસાસ થાય છે. તો બીજી તરફ બપોર થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થય પર અસર પહોચી રહી છે. પરંતુ અંબાલાલ પટેલનુ અનુમાન છે કે હજુ પણ હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે.