Get App

કોરોના વાયરસ સામે લડવા AMCની સંપૂર્ણ તૈયારી

કોરોના વાયરસથી ભયભીત થવા કે અફવાઓ પર ધ્યાન આપવાના બદલે સાવધાન રહેવાની જરૂર છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 05, 2020 પર 11:03 AM
કોરોના વાયરસ સામે લડવા AMCની સંપૂર્ણ તૈયારીકોરોના વાયરસ સામે લડવા AMCની સંપૂર્ણ તૈયારી

કોરોના વાયરસથી ભયભીત થવા કે અફવાઓ પર ધ્યાન આપવાના બદલે સાવધાન રહેવાની જરૂર છે. એવામાં અમદાવાદ મહાનગરપાલિકા કમિશ્નરે પણ ટ્વીટ કરીને સાવચેતી રાખવા અપીલ કરી. અને દાવો કર્યો કે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ ટ્વિટ કરી લોકોને હાથ મિલાવવાના બદલે હાથ જોડીને નમસ્તે કહેવા માટે અપીલ કરી છે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વિટર પર લખ્યું હતું કે, આપણે કોરોના સામે લડવા માટે જ્યારે સજ્જ થઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ અસરકારક અને સરળ ઉપાય આ છે. #NoHandshake #SayNamaste ચાલો આ મેસેજ પ્રસરાવીએ અને કોરોના વાઈરસને ભગાડીએ.

કોરોના વાયરસ ને લઇને મ્યુનિસિપલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. SVP અને સિવિલ હોસ્પિટલમાં પણ ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોના વાઇરસના ચાર જેટલા શંકાસ્પદ કેસ આવ્યા હતા. જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો