Get App

ફિલ્મ અને ખેલ જગત પર કોરોનાનો કેર

કોરોના વાયરસના કારણે ખેલજગત અને ફિલ્મજગત પર પણ અસર પડી છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 13, 2020 પર 1:18 PM
ફિલ્મ અને ખેલ જગત પર કોરોનાનો કેરફિલ્મ અને ખેલ જગત પર કોરોનાનો કેર

કોરોના વાયરસના કારણે ખેલજગત અને ફિલ્મજગત પર પણ અસર પડી છે. IPL 2020 પણ અંતિમ નિર્ણય લેવા માટે 14મી માર્ચના ગવર્નિંગ કાઉન્સિલની બેઠક થશે. IPL 29મી માર્ચના શરૂ થઇ રહ્યું છે પરંતુ 15મી એપ્રિલ સુધી કેન્દ્ર સરકાર દ્વારા અમૂક પ્રતિબંધોના કારણે વિદેશી ખેલાડીઓ રમવા નહીં આવી શકે.

આ સાથે ફિલ્મ જગતમાં પણ કેરળ સરકારે બધા સિનેમાઘરોને 31મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે દેશના અન્ય ભાગમાં પણ કોરોના વાયરસના ભયના કારણે સિનેમાઘરમાં ઓછા લોકો ફિલ્મ જોવા આવી રહ્યા છે. સ્પોર્ટ્સ સચિવે BCCI સહિત બધા નેશનલ ફેડરેશનને સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઇઝરીનું પાલન કરવા કહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો