કોરોનાનો કેર દુનિયાભરમાં યથાવત છે આવી સ્થિતિમાં ભારતમાં પણ પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ભારતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 126 પર પહોંચી છે જ્યારે મહારાષ્ટ્રમાં 64 વર્ષીય મહિલાનું મૃત્યુ થવાથી મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.
કોરોના પોઝિટિવ મામલાની સંખ્યા 126 થઇ. 13 લોકો રિકવર થયા જ્યારે 3ના મૃત્યુ થયા છે. કુલ કેસમાં 104 ભારતીય, 22 વિદેશી સામેલ છે. કોરોનાથી વધુ એક વ્યકિતનું મૃત્યુ થયું. મુંબઇમાં 64 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું. મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કુલ કેસ 39 પર પહોંચ્યા. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરનને પણ સેલ્ફ ક્વારન્ટાઇન થયા છે.