Get App

કોરોના અસરથી કોટનની કિંમત ઘટી

કોટનની કિંમતોની અસમાનતાના કારણે જીનર્સ અને નાના સ્પિનર્સ મુશ્કેલીમાં છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 06, 2020 પર 6:54 PM
કોરોના અસરથી કોટનની કિંમત ઘટીકોરોના અસરથી કોટનની કિંમત ઘટી

કોટનની કિંમતોની અસમાનતાના કારણે જીનર્સ અને નાના સ્પિનર્સ મુશ્કેલીમાં છે.. કોરોનાની અસરમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પણ ઘટી છે છતા જીનર્સ નથી ખરીદી શકતા સસ્તું કોટન.

હાલમાં ગુજરાત અને દેશના અન્ય 7 રાજ્યના જીનર્સ અને નાના સ્પિનિંગ યુનિટવાળા મુશ્કેલીમાં છે.. કારણ એ છે કે ભારતમાં કોટન કોર્પોરેશન ઑફ ઇન્ડિયા એટલે CCI ઉંચા ભાવ પર એટલે અંદાજે 41000 રૂપિયા પ્રતિ ગાંઠના હિસાબે ખરીદદારી કરી રહી છે જ્યારે MCX પર કોટનનો ભાવ 38500 થી 37000 રૂપિયાની વચ્ચે ચાલી રહ્યો છે.. આવામાં ખેડૂત નીચા ભાવ પર જીનર્સને માલ નથી વેચી રહ્યા.. ઉપરથી કોરોનાની અસરમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પણ 15 ટકા જેટલી તૂટી છે.

જોકે ભારતમાં આ વર્ષે 370 લાખ ગાંઠ કોટનનું બમ્પર ઉત્પાદન થયું છે જેમાં CCIએ અંદાજે 70 લાખ ગાંઠ ખરીદી લીધી છે.. દેશમાં સૌથી વધુ એટલે અંદાજે 35 ટકા કોટનનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, 2000 જેટલી જિનિંગ અને 1500 સ્પિનિંગ યુનિટ્સ પણ છે.. કોરોના વાયરસના કારણે અમેરિકા-યુરોપ જેવા દેશમાં પણ કોટનની કિંમત 15 ટકા ઘટી છે છતા નાના સ્પિનિંગ માટે કોટન ઇમ્પોર્ટ કરવું મુશ્કેલ છે જ્યારે મોટા મિલર્સ કોટન ઇમ્પોર્ટ કરીને પોતાનું કામ ચલાવી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો