દેશમાં કોરોના વાયરસનો કેર યથાવત્ છે. ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 112 પર પહોંચી છે. કુલ 14 રાજ્યોમાં કોરોના વાયરસના દર્દીઓ છે જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 33 દર્દીઓ છે.
કેરળમાં કુલ 22 કોરોના પોઝિટિવ દર્દી, 3 લોકો રિકવર થયા. ઉત્તર પ્રદેશમાં કુલ 12 કોરોના પોઝિટિવ કેસ, 4 લોકો રિકવર થયા. દિલ્હીમાં કુલ 7 પોઝિટિવ કેસ, 2 લોકો રિકવર થયા. અત્યાર સુધીમાં કુલ 13 લોકો સારવાર બાદ રિકવર થયા. સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સ કરી. ક્વારંટાઇનથી જોડાયેલી સુવિધાઓ, આઇસોલેશન વૉર્ડ્સ વધારવા કહ્યું. રાજ્યોને સોશલ ડિસ્ટેન્સ અને વર્ક ફ્રોમ હોમ જાગરૂકતા અભિયાન ચલાવવા કહ્યું.