Get App

સરકારી હોસ્પિટલમાં બાળકોનાં મોતનો આંકડો

વિધાનસભા સત્રમાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોત અંગે ખુલાસો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 03, 2020 પર 7:11 PM
સરકારી હોસ્પિટલમાં બાળકોનાં મોતનો આંકડોસરકારી હોસ્પિટલમાં બાળકોનાં મોતનો આંકડો

વિધાનસભા સત્રમાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોત અંગે ખુલાસો થયો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યસરકારે છેલ્લા 2 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 71 હજાર 774 બાળકનો જન્મ થયો હતો અને તેમાના 15 હજાર 13 નવજાત શિશુના મોત થયા હોવાનો સ્વીકાર કર્યો હતો. આમ દરરોજ 20 બાળકોના મોત થઈ રહ્યાં છે.

તેમાં પણ અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સૌથી વધુ 4,322 બાળકના મોત થયા છે. મોતને ભેટેલા આ બાળકો સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા. આ મામલે વિધાનસભામાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ 4322 બાળકોનાં મોત થયા છે. વડોદરામાં 2362 બાળકોનાં મોત થયા છે. સુરતમાં 1986 બાળકો,રાજકોટમાં 1758 બાળકોનાં મોત થયા છે.

રાજ્યમાં કથળી ગયેલી આરોગ્ય સેવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર નિશાન સાધ્યું. નવજાત શિશુઓના મોત છતાં આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિદ્રામાં હોવાનો આરોપ લગાવ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો