ભારતમાં કોરોના વાયરસનો મુદ્દો હવે સંસદમાં પહોંચ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને આજે રાજ્યસભામાં આ મુદ્દા પર નિવેદન આપ્યું અને કહ્યું કે ભારતમાં જાન્યુઆરીથી આ વાયરસ સામે લડવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી. સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે આ પડકાર સામે લડવા માટે વડાપ્રધાન પોતે બધી સ્થિતિ અને તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે.
ગાઝીયાબાદમાં ઇરાનથી પરત ફરેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોરોના વાયરસથી ભારતમાં અસરગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યા 30 પર પહોંચી છે જેમાંથી 3 વ્યક્તિને પહેલા અસર પહોંચી હતી જે સારવાર બાદ ઠીક થઇ ચૂક્યા છે.