Get App

EPFO એ FY 2020 માટે PF નું વ્યાજદર ઘટાડીને 8.55% કર્યુ, 6 કરોડ લોગો પર થશે અસર

સરકારે PF એટલે કે પ્રોવિડન્ટ ફંડ પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 06, 2020 પર 6:54 PM
EPFO એ FY 2020 માટે PF નું વ્યાજદર ઘટાડીને 8.55% કર્યુ, 6 કરોડ લોગો પર થશે અસરEPFO એ FY 2020 માટે PF નું વ્યાજદર ઘટાડીને 8.55% કર્યુ, 6 કરોડ લોગો પર થશે અસર

નોકરીયાત લોકોને સરકાર તરફથી ઝટકો લાગ્યો છે. સરકારે PF એટલે કે પ્રોવિડન્ટ ફંડ પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અત્યાર સુધી નોકરીયાત લોકોને PF પર 8.65 ટકાના દરથી વ્યાજ મળતું હતું જેને સરકારે ઘટાડીને 8.5 ટકા કર્યો છે. એટલે હવે 2019-20ના નાણાંકીય વર્ષમાં નોકરીયાત લોકોને PF પર 8.5 ટકાના દર પર વાર્ષિક વ્યાજ મળશે.

કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે સરકારની પાસે ફંડમાં ઘટાડાના સમાચારને ફગાવી દીધા છે. સંતોષ ગંગવારના પ્રમાણે ભવિષ્યના પડકારોને જોતા PF પર વ્યાજના દર ઘટાડી દીધા છે. સરકારના આ નિર્ણયની અંદાજે 6 કરોડ લોકો પર અસર પડશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો