Get App

સરકારના આ પગલા પર ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયાનો મત

ભારત દ્વારા 12 મહક્વના API અને અન્ય ડ્રગ ફોર્મ્યુલેશનની નિકાસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 04, 2020 પર 7:09 PM
સરકારના આ પગલા પર ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયાનો મતસરકારના આ પગલા પર ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયાનો મત

ભારત દ્વારા 12 મહક્વના API અને અન્ય ડ્રગ ફોર્મ્યુલેશનની નિકાસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યો છે, જેથી દવાઓની અછતના સર્જાય. આ અંગે નેટવર્કે ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયાના CMD ક્રિષ્ના પ્રસાદ ચિગુરુપતિનું શું કહેવું છે આવો જોઈએ.

ક્રિષ્ના પ્રસાદ ચિગુરુપતિનું કહેવુ છે કે 13 APIની નિકાસ પર પ્રતિબંધ નહીં નિયંત્રણ મૂકાયું છે. અમૂક શિપમેન્ટ આ મહિનાની જગ્યાએ આવતા મહિના આવશે. પેરાસિટામોલનું રો મટિરિયલ ચીનથી આવે છે અને એક અઠવાડિયાની વાર લાગી શકે છે.

10 દિવસની ઈન્વેન્ટરી છે. ઘણાં શિપમેન્ટ હજુ મધદરિયે છે. 2-3 દિવસ માટે ઈન્વેન્ટરીની અછત આવી શકે છે. નિકાસમાં વાર લાગવાને કારણે Q4માં અસર આવી શકે છે. હવાઈ માર્ગે પ્રોડક્ટ મંગાવીએ છીએ, મટિરિયલ કોસ્ટમાં વધારો થઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો