Get App

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

ગ્લૉબલ ઇક્વિટી માર્કેટમાં ઘટાડો અને ક્રૂડ પ્રાઇઝ વોરથી ગોલ્ડની ચમક ઘટી.

MoneyControl Newsઅપડેટેડ Mar 09, 2020 પર 5:05 PM
આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છેઆજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

OPEC દેશો અને રશિયા વચ્ચે PRICE WARને કારણે ક્રૂડની કિંમતોમાં 30 ટકાનો ભારે ઘટાડો. 36 ડૉલર નીચે ગબડ્યુ બ્રેન્ટ. ગોલ્ડમેન SACHSએ બ્રેન્ટનું લક્ષ્ય ઘટાડી 20 ડૉલર કર્યુ. કોરોનાને કારણે પ્રોડક્શન કાપ ડીલ પર સંમતિ ન બનવાથી કિંમતો ઘટી.

ખરાબ ગ્લૉબલ સંકેતો વચ્ચે ડાઓ ફ્યુચર્સ 1200 અંકથી વધુ નીચે. 5 ટકાના ઘટાડા બાદ S&P FUTURESમાં ટ્રેડિંગ અટકી. એશિયાના બજારોમાં ભારે ઘટાડો. નિક્કેઈ 4 ટકા નીચે. એસજીએક્સ નિફ્ટીમાં પણ આશરે 3 ટકાનો ઘટાડો.

ગ્લૉબલ ઇક્વિટી માર્કેટમાં ઘટાડો અને ક્રૂડ પ્રાઇઝ વોરથી ગોલ્ડની ચમક ઘટી. 11 વર્ષમાં સૌથી મોટી સાપ્તાહિક તેજી સાથે કોમેક્સ પર સોનાનો ભાવ 1700 ડૉલર પાસે પહોંચ્યો. USમાં 10 વર્ષની બૉન્ડ યીલ્ડમાં રેકોર્ડ ઘટાડો. અડધો ટકાની નીચે ઘટી યીલ્ડ.

રિઝર્વ બેન્કને આજે એસબીઆઈ સોંપશે યસ બેન્કનો રિવાઇવલ પ્લાન. એસબીઆઈ ચેરમેને આપ્યો વિશ્વાસ. કહ્યું - યસ બેન્કમાં કરશે 2450 થી 10 હજાર કરોડ રૂપિયા સુધીનું રોકાણ. MONEYCONTROL.COM મુજબ RBI પણ આપી શકે છે 10 હજાર કરોડનું સસ્તુ દેવુ.

યસ બેન્કના AT1 બૉન્ડ હોલ્ડર્સના 10 હજાર કરોડ રૂપિયા ડુબ્યા. આરબીઆઈએ કર્યુ રાઇટ ઑફ. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગે કહ્યું - યસ બેન્કના AT1 બૉન્ડમાં 662 કરોડનું એક્સપોઝર.

મની લૉન્ડ્રિંગમાં યસ બેન્કના પૂર્વ પ્રોમોટર અને ફાઉન્ડર રાણા કપૂરની ધરપકડ. 11 માર્ચ સુધી રહેશે EDની કસ્ટડીમાં. CBIએ દાખલ કર્યો કેસ. રાણા કપૂરની દિકરી રોશનીને પણ લંડન જવાથી અટકાવવામાં આવ્યા.

બીપીસીએલમાં પોતાની સમગ્ર 53 ટકા હિસ્સેદારી વેચવા સરકારે મગાવી બોલીઓ. 10 અબજ ડૉલરથી વધુ નેટવર્થવાળી કંપનીઓ 2 મે સુધી સોંપી શકે છે બોલીઓ. સાથે જ નુમાલીગઢ રિફાઇનરી વિનિવેશનો પ્રસ્તાવ મંત્રીઓના સમૂહે કર્યો પાસ. 26 ટકા હિસ્સા માટે ઓઈલ ઇન્ડિયા અને ઈઆઈએલ મળીને લગાવશે બોલી.

બધા સમાચાર

+ વધુુ વાંચો