FEDના રેટ કટ કર્યા છતા પણ અમેરિકી બજારમાં ન અટક્યો ઘટાડો. કાલે ડાઓ 3000 અંક નીચે. પરંતુ આજે 700 અંકોની જોરદાર તેજી દેખાડી રહ્યો છે ડાઓ ફ્યુચર્સ. એશિયામાં નિક્કેઇ દોઢ ટકા, તો SGX નિફ્ટી ફ્લેટ.
કોરોનાને કારણે માગ ઘટવાથી આશરે 10 ટકા ઘટ્યુ ક્રૂડ. 30 ડૉલર પાસે પહોંચ્યો બ્રેન્ટનો ભાવ. 3 મહિનાના નીચલા સ્તર પર સોનાની કિંમત. COMEX પર ભાવ 1500 ડૉલર પાસે. ચાંદીમાં પણ 9 ટકાનો ઘટાડો.
કોરોનાને કારણે સમગ્ર દુનિયામાં બજારોમાં હાહાકાર. ફિલીપિન્સે માર્કેટ કર્યા બંધ. મલેશિયાએ બંધ કરી બોર્ડર. હોન્ગકોન્ગે પણ shenghen regionથી આવનારા દરેક માણસને 14 દિવસ QUARANTINE કરવાનો કર્યો નિર્ણય.
અમેરિકામાં કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ. 45 લોકો પર કરવામાં આવ્યો પ્રયોગ.
સમગ્ર દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 114 કેસ આવ્યા સામે. 31 માર્ચ સુધી બંધ રહેશે સ્કુલ-કોલેજ, મૉલ્સ અને જિમ. turkey, UKથી પેસેન્જર ભારત આવવા પર લાગ્યો બેન. દુનિયાભરમાં 7 હજારથી વધુ લોકોના મૃત્યુ.
રિઝર્વ બેન્કે હાલ ન ઘટાડ્યા વ્યાજ દર. પરંતુ મોનેટરી પૉલિસી પહેલા રેટ કટના આપ્યા સંકેત. LTRO અંતર્ગત 1 લાખ કરોડ સુધી ઉધાર લઇ શકે છે બેન્ક્સ. ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું- યસ બેન્કના ખાતાધારકોના પૈસા સુરક્ષિત.
Moodys એ YES BANKનું રેટિંગ વધાર્યુ. આઉટલુક પૉઝિટીવ કર્યુ. ત્યાંજ યસ બેન્ક લોન કૌભાંડ મુદ્દે દિગ્ગજ કારોબારી સુભાષચંદ્રાને EDએ 18 માર્ચે હાજર થવા કહ્યું. DHFLના પ્રોમોટર Wadhawansને પણ આજે થવાનું રહેશે હાજર.
SUN PHARMA માં બાયબેકની તૈયારી, આજે બોર્ડ બેઠકમાં બાયબેક પર થશે વિચાર.
મધ્ય પ્રદેશમાં રાજનૈતીક સંગ્રામ. સ્પીકરે 26 માર્ચ સુધી ફ્લોર ટેસ્ટ ટાળ્યો, પરંતુ રાજ્યપાલે આજે જ બહુમત સાબિત કરવાનું કહ્યું, સુપ્રિમ કોર્ટમાં આજે થશે મામલાની સુનાવણી.
કોંગ્રેસના 62 ધારાસભ્યોના જયપુરમાં ધામા. ચાવડા,સાતવ પણ જયપુરમાં, બે દિવસથી સંપર્ક વિહોણાં જીતુ ચૌધરી પણ જયપુર હોટલ પહોંચ્યા. તો ધાનાણી બોલ્યા- કમલમમાં તોડોના વાયરસનો અમારા 5 ધારાસભ્યો ભોગ બન્યા.