કોરોના વાયરસે ભલે ચીનમાં જ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હોય પરંતુ તેની દહેશતમાં આખું વિશ્વ છે. કોરોના ડરે હોળીના રંગોને પણ બેરંગ કરી દીધા છે. જે લોકો હોળી રમવાનું પસંદ નહતા કરતા તેઓ રજા પર વિદેશ ફરવા જતા હતા પરંતુ હવે કોરોનાના કારણે લોકોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે.