ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 3 દર્દી સારવાર બાદ ઠીક થઇ ચૂક્યા છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસની અસર થઇ છે તેના કારણે અન્ય 6 વ્યક્તિને પણ આ વાયરસની અસર થઇ છે. દિલ્હીના વ્યક્તિએ ઇટલીથી પરત આવ્યા બાદ આગ્રામાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં આગ્રાના 6 સંબંધીઓ હાજર રહ્યા હતા અને તેના કારણે તેઓ પણ આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા અને વાયરસથી પ્રભાવિત થયા.