01:50 PM
બજાર દિવસની ઊંચાઈ પર કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 1920 અંકના વધારાની સાથે કામકાજ કરી રહ્યા છે. જ્યારે નિફ્ટીમાં 564 અંકનો વધારો દેખાય રહ્યો છે. સેન્સેક્સના બધા 30 શેરોમાં તેજીની સાથે કામકાજ થઈ રહ્યુ છે જ્યારે નિફ્ટીના બધા 50 શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટીના બધા 12 શેરોમાં તેજી જોવાને મળી રહી છે.
01:41 PM
MAHARASHTRA CM: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે જરૂરન હોવા પર ઘરની બહાર ન નિકળો. કોરોના સંકટમાં આવતા 15 દિવસ સંવેદનશીલ છે. રેલ સેવાઓ બંધ કરવાથી મુશ્કેલી વધી શકે છે એટલા માટે રેલ્વે અને બસ સેવાઓ ચાલુ રહેશે. બેન્કોમાં સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. મુંબઈ, પુણે, નાગપુરમાં બધી દુકાનો બંધ થશે. આ આદેશ 31 માર્ચ સુધી લાગુ રહેશે. જો કે તેમણે કહ્યુ છે કે જરૂરી વસ્તુઓની દુકાનો ખુલી રહેશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જનતાને અપિલ કરતા કહ્યુ કે માનવતા માટે જનતાનો સહયોગ જરૂરી છે. સરકાર પોતાની તરફથી પૂરી કોશિશ ચાલુ રાખશે.