03:21 PM
03:21 PM
મુથુટ ફાઇનાન્સના બોર્ડે એનસીડી દ્વારા 6000 કરોડ રૂપિયા ભાગા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપનીએ 15 રૂપિયા પ્રતિ શૅર અન્તરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
03:10 PM
રેલ્વે પ્લેટફૉર્મ ટિકટની કિંમતમાં ભારી વધારો કર્યો છે. પ્લેટફૉર્મ ટિકટની કિંમત 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા થઈ ગઈ છે. સેન્ટ્રલ રેલ્વેની 5 ડિવિઝનમાં ભાવ વધારી દેવામાં આવ્યા છે. મુંબઈ, પુણે, નાગપુર, ભુસાવલ અને સોલાપુરમાં પણ પ્લેટફૉર્મ ટિકટ મોંધી થશે.
02.30 PM
એન્ટટેનમેન્ટ એન્ડ ગેમિંગ પ્લેયર ડેલ્ટા કોર્પ (ડેલ્ટા કોર્પ) ના શેર એનએસઈ પર 4.26 ટકાથી ઘટીને 82 રૂપિયા પર આવી ગયું છે. કંપનીએ ગોવામાં તેના તમામ કસિનો બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ સિક્કિમમાં પણ પોતાના કસીનો 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં ડેલ્ટા કોર્પના શેરમાં 30 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન, રોકાણકારોના 979 કરોડ રૂપિયાનો ધોવાણી થય ગયો છે.
02.10 PM
શેર બજાર પોતાને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. વધ-ઘટની વચ્ચે નિફ્ટી દિવસની નીચી સપાટીથી લગભગ 250 અંક સુધર્યો છે. રિલાયન્સ, એચયુએલ અને આઈટીસી જેવા દિગ્ગજો બજારને ટેકો આપી રહ્યા છે. નિફ્ટી બેન્કમાં અસ્થિરતા વધુ છે. કોટક, આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેન્કમાં દબાણ વધી રહ્યું છે.
01:45 PM
જલ્દી જ એલઆઈસી પણ યસ બેન્કમાં રોકાણ વધારી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એલઆઈસીની રોકાણકારની સમિતિએ આ માટે મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા રોકાણ છતાં, એલઆઈસીનો કુલ હિસ્સો યસ બેન્કમાં 10 ટકા કરતા વધારે નહીં રહેશે.
01:30 PM
સૂત્રો પાસેથી મળતી માહિતીને ટાંકીને, COVID-19 ની અસર ભારતીય આઈટી કંપનીઓના ક્વાર્ટર 4 પરિણામો પર પડે છે. નાણાકીય વર્ષ 2021 ના ક્વાર્ટર 1 પરિણામો પર પણ તેની અસર થઈ શકે છે. જો કે, મોટાભાગની આઇટી કંપનીઓ નાણાકીય વર્ષ 2021 ના ક્વાર્ટર 3 માં રિકવરીની આશા છે. કોરોના વાયરસથી $ 300 કરોડના આઇટી આઉટસોર્સિંગ ઓર્ડર સ્થગિત થઇ શકે છે. કંપનીઓના માર્જિનને પણ અસર થઈ શકે છે.
01:00 PM
બજારમાં ભારી ઉતાર-ચઢાવ જોવાને મળી રહ્યો છે. જો કે નિફ્ટી 9300 પર ટકેલો છે. ફાર્મા શેરોમાં આજે સૌથી વધારે ખરીદારી જોવાને મળી રહી છે. એફએમસીજી અને મેટલ શેરોમાં નિચલા સ્તરોથી ખરીદારી જોવાને મળી રહી છે. એસબીઆઈ કાર્ડ્સમાં પણ ખરીદારી પરત આવી. આ ઈશ્યૂ પ્રાઇઝથી 20 રૂપિયા દૂર આવી રહ્યો છે. જ્યારે રિયલ્ટી અને આઈટી શેરો પર દબાણ જોવામાં આવી રહ્યુ છે.
12:40 PM
કંપનીએ 1 રૂપિયા પ્રતિ શેર અંતરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે.
12:02 PM
એરલાઇન એસોસિએશને સરકારથી Aeronautical Charges માં 30 ટકા કપાત માંગી છે. એરલાઇન એસોસિએશનને Aeronautical Charge 6 મહિના સુધી ઘટાડવાની માંગ કરી છે.
11:55 AM
ઝિ એન્ટરટેનમેન્ટના શેર ઘટીને 8 વર્ષના સૌથી નિચલા લેવલ પર આવી ગયા છે. નિફ્ટી 50 ના સૌથી વધારે ઘટવા વાળા શેરોમાં આ સૌથી આગળ છે. ઝિ એન્ટરટેનમેન્ટના શેરોમાં લગાતાર ચોથા દિવસે ઘટાડો આવ્યો છે. તેના શેર 4 દિવસોમાં 30 ટકા સુધી ઘટી ચુક્યા છે. ઝિ એન્ટરટેનમેન્ટના શેર હાલમાં 10.3 ટકા નીચે 149.10 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. જુલાઈ 2012 ની બાદ આ સૌથી નિચલુ લેવલ છે. ગત 4 દિવસોમાં રોકાણકારોએ 5772 કરોડ રૂપિયા વહી ગયા છે. તેના 10 લાખ શેરોમાં બ્લૉક ડીલ પણ થઈ છે. જો કે તેને ખરીદી-વેચવા વાળાના બારામાં કોઈ જાણકારી નથી મળી રહી.
11:53 AM
બપોર 3:45 PM પર યસ બેન્કની પ્રેસ કૉન્ફ્રેન્સ થશે.
11:45 AM
એમપી ફ્લોર ટેસ્ટના મામલામાં સુપ્રીમ કોર્ટમાં કાલ માટે સુનવણી ટાળવામાં આવી છે. ફ્લોર ટેસ્ટ પર સુપ્રિમ કોર્ટના એમપીના સીએમ સ્પીકર પાસે જવાબ માંગ્યો હતો. તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટ આજે બીજેપીની અરજી પર સુનવણી કરવાની હતી. બીજેપીએ 26 માર્ચ સુધી વિધાનસભા સ્થગિત કરવાની સામે અરજી દાખલ કરી હતી. તેની પહેલા ગવર્નરે કહ્યુ હતુ કે સોમવારે જેવુ તેમનુ અધિભાષણ પુરૂ થશે ત્યારે કમલનાથે બહુમતી સાબિત કરવી પડશે. પરંતુ સોમવારના અભિભાષણ પૂરૂ થતા જ સ્પીકરે વિધાનસભા 26 માર્ચ સુધી માટે સ્થગિત કરી દીધી.
11:40 AM
બજારમાં ઊપરી સ્તરથી દબાણ જોવાને મળી રહ્યુ છે. હાલમાં સેન્સેક્સ 110 અંકોની તેજીની સાથે 31500 ની પાર પહોંચી ગયા છે. જ્યારે નિફ્ટી 35 અંકની મજબૂતીની સાથે 9233 ના સ્તર પર જોવામાં આવી રહી છે. જો કે નિફ્ટીના ફાર્મા, મેટલ અને એફએમસીજી ઈન્ડેક્સ 2 ટકાથી વધારાના ઉછાળાની સાથે કારોબાર કરી રહ્યા છે.
11.30 AM
કોરોના વાયરસ અસર: મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને કોરોના વાયરસ સામેલ થવા માટે તત્કાલ બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોના કેસની ચર્ચા કરવામાં આવશે.
11.20 AM
કંપનીને યુએસ એફડીએ તરફથી કરાખાડી યુનિટ માટે ક્લિન ચીટ મળી છે. યુએસ એફડીએએ તપાસ પૂર્ણ કરી છે અને EIR પણ જારી કરી દીધી છે.
11.10 AM
એમસીએલઆર 0.05-0.10 ટકા દ્વારા કાપવામાં આવે છે. નવા દરો સોમવારથી લાગુ થશે.
11.10 AM
કોરોના વાયરસના કારણે ભારતમાં ત્રીજા મૃત્યુ થયા છે. મુંબઈ હોસ્પિટલમાં એક 64 વર્ષીય વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે.
10.55 AM
નોઇડામાં કોરોનાના 2 નવા કેસ મળી આવ્યા છે. આ બંને લોકો ફ્રાન્સથી ભારત આવ્યા છે. આ દરમિયાન ભારત સરકારે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરતા ફિલિપાઇન્સ, અફઘાનિસ્તાન અને મલેશિયાથી ભારત આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગઈકાલે દેશભરમાં કોરોના કુલ 117 કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં 125 કેસ નોંધાયા છે.
10.45 AM
યસ બેન્કના શેરમાં 60 ટકાનો વધારો થયો છે. આ પહેલા મૂડીઝે યસ બેન્કના શેરના રેટિંગ અપગ્રેડ કરતા આઉટલુકને પોઝિટિવ કર્યા હતા. યસ બેન્કના શેર 11.04 મિનિટ પર 54.04 ટકા ઉપર 57.15 પર ટ્રેડ કરી રહ્યો છે.
10.11 AM
ગઈકાલના ભારે ઘટાડા પછી, બજાર રિકવરીના પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 9300 ની ઉપર કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 370 અંકના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. બજાર રિલાયન્સ, એશિયન પેઇન્ટથી મળી રહ્યું છે. બેન્ક નિફ્ટી દિવસની નીચી સપાટીથી લગભગ 1000 અંક સુધર્યો છે.
10.05 AM
દિગ્ગજ એફએમસીજી શેરોના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. આઇટીસી, કોલેજ, નેસ્ટલ ઇન્ડિયા અને એચયુએલ 2 ટકાથી વદ્યો છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં પણ 2 ટકાની ઉપર કારોબાર કરી રહ્યો છે.
10.00 AM
BUY BACK ના સમાચારમાં સન ફર્મામાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આજની બોર્ડ બેઠકમાં બાય બેકની વિચારણા કરવામાં આવશે. અન્ય ફાર્મા શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં 3 ટકા વધ્યો છે. ઓરોફર્મા પણ 5 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે.
09:50 AM
ત્રણ દિવસના ઝડપથી યસ બેન્કના શૅર બમણો થય ગયા છે. આ શેર 30 ટકાના વધારા સાથે આજે નિફ્ટીના TOP GAINER બન્યા છે. મૂડિઝે બેન્કની રેટીંગ વધારીને પોઝિટિવ આઉટલુકમાં કર્યું છે. આવતીકાલે સાંજે 6 વાગ્યે લૈશ કાઢવાનો સમય સમાપ્ત થશે.
09:40 AM
ઈન્ડિયા સિમેન્ટનો શેર 3 દિવસમાં 25 ટકાથી વધુ વધ્યો છે. આર કે દામનીએ કંપનીમાં 4 ટકા હિસ્સો ખરીદ્યો છે.
09:30 AM
અમેરિકામાં કોરોના વેક્સીનનું ટ્રાયલ શરૂ થઇ ગયો છે. વેક્સીન ટ્રાયલનો ઉપયોગ 45 લોકો પર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 160 દેશોમાં કોરોના વાયરસ ફેલાયો છે અને અત્યાર સુધીમાં તે 1 લાખ 86 હજાર લોકોને ચેપ લાગ્યો છે. દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 125 કેસ નોંધાયા છે.
09:20 AM
આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 30,980.83 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 9,089.90 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ 0.9 ટકા અને નિફ્ટીમાં 0.8 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.33 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.11 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.53 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 284.41 અંક એટલે કે 0.91 ટકાના ઘટાડાની સાથે 31105.66 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 74.35 અંક એટલે કે 0.81 ટકા ઘટીને 9123 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, આઈટી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 2.36-0.31 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 2.02 ટકા ઘટાડાની સાથે 22635.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઑટો, ફાર્મા, એફએમસીજી અને મેટલ શેરોમાં વધારા સાથે કારોબાર થતો દેખાય રહ્યો છે.
દિગ્ગજ શેરોમાં યુપીએલ, એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને ભારતી ઈન્ફ્રાટેલ 2.98-6.99 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ટાટા સ્ટીલ, વેદાંતા, આઈશર મોટર્સ, અદાણી પોર્ટ્સ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 1.37-9.97 ટકા સુધી વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે.
મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, એન્ડ્યોરન્સ ટેક્નોલૉજી, એલએન્ડટી ઈન્ફોટેક, ગોદરેજ એગ્રોવેટ અને ફોનિક્સ મિલ્સ 9.98-5.72 ટકા સુધી લપસ્યા છે. જ્યારે હેક્ઝાવેર ટેક, આરબીએલ બેન્ક, જિંદાલ સ્ટીલ, એસ્ટ્રલ પોલી ટેક્નોલૉજી અને આદિત્ય બિરલા ફેશન 7.21-1.75 ટકા સુધી વધ્યા છે.
સ્મૉલકેપ શેરોમાં પીવીઆર, મુથુટ કેપિટલ ફાઈનાન્સ, બીએલએસ ઈન્ટરનેશનલ, લ્યુમેક્સ ઑટો ટેક અને વીઆરએલ લૉજીસ્ટિક્સ 10.79-8.12 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સંધવી મુવર્સ, સ્વેલેક્ટ એનર્જી, ગુજરાત અપોલો, ગાલા ગ્લોબલ અને સુતલેજ ટેક્સટાઇલ્સ 19.42-9.18 ટકા સુધી મજબૂત થયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.