Get App

કોરોના વાયરસ પર પીએમની સમિક્ષા બેઠક આજે

ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના મામલાને કેન્દ્ર સરકારે ખુબજ ગંભિરતાથી લીધુ છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 09, 2020 પર 2:13 PM
કોરોના વાયરસ પર પીએમની સમિક્ષા બેઠક આજેકોરોના વાયરસ પર પીએમની સમિક્ષા બેઠક આજે

ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના મામલાને કેન્દ્ર સરકારે ખુબજ ગંભિરતાથી લીધુ છે. PM મોદી આજે કોરોનાવાયરસ પર સમિક્ષા બેઠક કરશે. આ બેઠક આજે 11:30 વાગ્યે આવશે. PM મોદીએ ગઇકાલે જ કોરોના વાયરસને વિશ્વ માટે એક પડકાર ગણાવ્યો.

આ સાથે જ દિલ્હીમાં વધુ એક કોરોના વાયરસના દર્દી સામે આવતા દર્દીઓની સંખ્યા 31 થઇ ગઇ છે. જે દર્દીઓમાં કોરોના વાયરસની ખાતરી થિ છે તે મોટાભાગે દિલ્હી NCR, કેરલ અને UPના રહેવાસીઓ છે. દિલ્હીમાં ગઇકાલે જે વ્યક્તિમાં કોરોના વાયરસ મળ્યો છે તે હાલમાં જ વિદેશથી આવ્યો છે.

ભારતીય નાગરિકોના સેમ્પલ લઇને આજે ઇરાનથી એક વિશેષ વિમાન દિલ્હી પહોંચી રહ્યો છે. આ તે ભારતીયો છે જે દેશ પરત આવવા માંગે છે પરંતુ આશંકા છે કે આ લોકો કોરોના વાયરસથી પીડિત છે. ઇરાનમાં લગભગ 2000 લોકો ફસાયેલા છે. અને કોરોના વાયરસને જોતા હાલ તેમને પરત લાવવા પર કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

સેમ્પલની તપાસ બાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે. જે વિમાનથી સેમ્પલ લાવવામાં આવશે તેમા કોઇ નાગરીક નહી આવે. જો કે વિમાન પરત જતી વખતે ભારતમાં આવેલા ઇરાનના નાગરિકો પાછા જઇ શકે છે. આ વચ્ચે વિદેશ મંત્રાલયને ભારતમાં આવેલા 450 નાગરિકોની શોધ છે. ચીન બાદ ઇરાન જ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે જેથી સરકાર સતર્ક થઇ છે.

કોરોના વાયરસને ફેલતો અટકાવવા ભારત અને નેપાળની બોર્ડર પર પણ ખાસ સતર્કતા વર્તાઈ રહી છે. ભારત-નેપાળ બોર્ડર પર ડોક્ટરોની ટીમ પણ હાજર ચે અને કોરોના વાયરસની તપાસ માટે સ્ક્રીનિંગ બૂથ પણ બનાવવામાં આવ્યા છે.

નેપાળથી ભારત આવનારાની બોર્ડર પર જ તપાસ થઈ રહી છે. તપાસ કર્યા બાદ તેમને ભારતમાં આવવાની પરવાનગી આપવામાં આવે છે. સાથે જ આસપાસના ગામોમાં પણ કોરોના વાયરસને લઈને જાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો