Get App

યસ બેન્ક પર એસબીઆઈની પ્રેસ કોન્ફરન્સ

એકવાર ડ્યુ ડિજીલન્સની પ્રક્રિયા પૂરા થયા બાદ સોમવારે RBI પાસે જઈશું.

MoneyControl Newsઅપડેટેડ Mar 09, 2020 પર 2:13 PM
યસ બેન્ક પર એસબીઆઈની પ્રેસ કોન્ફરન્સયસ બેન્ક પર એસબીઆઈની પ્રેસ કોન્ફરન્સ

એકવાર ડ્યુ ડિજીલન્સની પ્રક્રિયા પૂરા થયા બાદ સોમવારે RBI પાસે જઈશું. SBI બોર્ડે 49 ટકા સુધીનો હિસ્સો ખરીદવા મંજૂરી આપી છે. SBI જાતે એકલો 49 ટકા હિસ્સો ભરશે તો તેને શરૂઆતમા રૂપિયા 2450 કરોડની જરૂરત છે. 20 હજાર કરોડની જરૂરત હશે તો અમે ચોક્કસ 26 ટકા હિસ્સો ખરીદીશું. અધિકૃત મૂડી વધારીને 2,400 કરોડ શૅર્સની કરાશે. 26 ટકા Minimum Stake માટે રૂપિયા 5,500 કરોડનું લઘુત્તમ રોકાણ અનિવાર્ય છે. SBI જાતે એકલો 49 ટકા હિસ્સો ભરશે તો તેને રૂપિયા 11,100 કરોડની જરૂરત છે.

રોકાણ તરીકેની તક અહીં જોવામાં આવી રહી છે. RBI ગવર્નરના આદેશાનુસાર અમે યસ બેન્કને ઉગારવા અમે 24 કલાક કામ કરી રહ્યા છીએ. યસ બેન્કના ડિપોઝીટર્સે ગભરાવાની જરૂરત નથી. યસ બેન્કના ડિપોઝીટર્સને શરૂઆતમાં થોડી તકલીફ પડશે પણ સ્થિતિ ચોક્કસ થાળે પડશે. બોર્ડ માન્ય સ્કીમની જાહેરાત એક્સચેન્જમાં જાહેર કરીશું.

યસ બેન્કને ઉગારવામાં SBIના પર્યાપ્ત મૂડીના રેશિયાને નુકસાન થશે નહિ, સહેજ મામૂલી અસર પડશે. સરકાર પાસે હાલમાં મૂડી ભંડોળ માંગવાનો સવાલ જ ઉભો થતો નથી. અમારું રોકાણ 10 વર્ષમાં 3x થયું છે તેનું ઉત્તમ ઉદાહરણ SBI Card છે. યસ બેન્કનું મૂલ્ય રૂપિયા 2500 કરોડ છે. યસ બેન્કની પડખે SBIને ઉભા રહેવાનું કહેવાયુ છે અને અમે ઉભા રહીશું.

SBIને હાનિ પહોંચતી ના હોય તેવા જ રોકાણ અમે કરીએ છીએ. ક્રેડિટર અથવા લેન્ડર તરીકે અમારી જ્યાં જરૂરત છે ત્યાં અમે પડખે ઉભા છીએ. SBIના નાના રોકાણકાર અમારા માટે ઘણા કિંમતી છે. યસ બેન્ક માટે આગામી 15 દિવસ અમારી બેન્ક ઘણી મહેનત કરશે. યસ બેન્કના કર્મચારી ખરેખર બાહોશ છે. યસ બેન્ક સ્વતંત્ર રીતે કામ કરી શકશે, દૈનિક કામમાં અમારી દખલીગીરી નહિ રહે.

યસ બેન્કમાં રોકાણ કરવા માટે ઘણા મોટા રોકાણકારો ઉત્સુક છે. સંભવિત રોકાણકારોની SBIના પીઠબળની ખાતરી માંગ છે. અમારે એકલા એ જ 49 ટકા હિસ્સો ખરીદવાની સ્થિતિમાં અમારી પાસે પૂરતા આંતરિક સાધન છે. SBI શરૂઆતમા રૂપિયા 2450 કરોડનું રોકાણ 3 વર્ષ માટે કરશે. જરરૂત પડશે તો SBI રૂપિયા 10,500 કરોડનું રોકાણ પણ કરી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો