Get App

સેન્સેક્સ 581 અંક તૂટ્યો, નિફ્ટી 8300 ની નીચે બંધ

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 2 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 19, 2020 પર 8:15 PM
સેન્સેક્સ 581 અંક તૂટ્યો, નિફ્ટી 8300 ની નીચે બંધસેન્સેક્સ 581 અંક તૂટ્યો, નિફ્ટી 8300 ની નીચે બંધ

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 2 ટકા નબળાઈની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 8300 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 28288.23 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 581.28 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 205.35 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 3.70 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 4.19 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 4.53 ટકાની નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 581.28 અંક એટલે કે 2.01 ટકાના ઘટાડાની સાથે 28288.23 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 205.35 અંક એટલે કે 2.42 ટકા ઘટીને 8263.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, પીએસયુ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, રિયલ્ટી, એફએમસીજી, આઈટી, મેટલ અને ફાર્મા શેરોમાં 5.29-2.80 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 2.60 ટકાના ઘટાડાની સાથે 20044.60 ના સ્તર પર બંધ થયા છે.

દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, ઝિ એન્ટરટેનમેન્ટ, શ્રીકેમિકલ, ઓએનજીસી, બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ અને એક્સિસ બેન્ક 9.60-18.28 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં આઈટીસી, ભારતી એરટેલ, ઈન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને પાવર ગ્રિડ 6.77-2.29 ટકા વધ્યો છે.

મિડકેપ શેરોમાં આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, સીટી યુનિયન બેન્ક, એચઈજી, ચોલામંડલમ અને એયુ સ્મૉલ ફાઈનાન્સ 14.88-11.55 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં સ્ટરલાઇટ ટેક્નો, ફોનિક્સ મિલ્સ, અદાણી ટ્રાન્સફર, જેએસડબલ્યુ એનર્જી અને શ્રીરામ સીટી 10.99-6.47 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં માસ ફાઈનાન્શિયલ સર્વિસ, ફ્યુચર લાઇફ, હેરિટેજ ફૂડ્ઝ, રેપ્કો હોમ અને સ્ટરલિંગ ટૂલ્સ 20-17.81 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં દિપક ફર્ટીલાઇઝર, ઝેએફ સ્ટ્રિંગ, ઓરિઓન પ્રો, સ્નૉમેન લૉજીસ્ટિક અને નારાયણા હરદાયલા 18.12-14.41 ટકા સુધી ઉછળા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો